← બધા કીર્તન

ગિરિકંદ્રા માંથી પ્રગટ થયા

અન્નકૂટ

કીર્તનના શબ્દો

આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.

ગિરિકંદ્રા માંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે,

નંદ જશોમતી કેરા લાલ. વ્રજ સૌ કીધું સનાથ,

ગોવર્ધન રસિયારે. મારે મન વસિયાં,

વ્રજનાથ, મધુરું વ્હાલો હાંસિયા રે – ૧

શ્રાવણ સુદ પાંચમ ને દિવસ થયાં ભુજા દર્શન રે,

ગિરિકંદ્રામાં બિરાજે વહાલાં, શું કહું પ્રસન્નવદન. ગોવર્ધન - ૨

ઘંણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાઈ રે,

દૂધ લઈને સ્નાન કરાવ્યા મહિમા કહિયો નવ જાય. ગોવર્ધન - ૩

છિદ્ર સહીત શીલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે,

એક ગાય તયાં નિત્ય જાય છે, દૂધ સ્ત્રવે તદરૂપ. ગોવર્ધન - ૪

એક બ્રાહ્મણ ની ગાય હતી, તેને પૂછિયું ગોવાડિયા ને પેર રે,

દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લેઇ જાવો છો તારે ઘેર. ગોવર્ધન - ૫

ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું, ભાઈ ખબર કાઢું નીર્ધાર રે,

કોન પ્રકાર થાય છે આ ગૌનો, કહું સમજાવી સાર. ગોવર્ધન - ૬

સાંજ સવારે ગૌ ટોળાં માંથી ગિરિવર ઉપર જાય રે,

ઉભી રહી ને દૂધ સ્ત્રવે, નિત્ય પ્રાણજીવન ને પાય. ગોવર્ધન - ૭

ગૌ પ્રકાર ગોવાળિયો જોઈ, બ્રાહ્મણ ને લાવ્યો સંગ રે,

અચરજ જોઈને વિષ્મય થયું મન, સૌને કહાવ્યું ઉમંગ. ગોવર્ધન - ૮

સૌ વ્રજવાસી ગિરિપર આવ્યા બોલ્યા મુખથી બોલ રે,

કા કોઈ દેવતા કે દ્રવ્ય હોઈ, એમ કીધો મુખ થી તોલ. ગોવર્ધન - ૯

ગિરી શીલા ઉંચકીને જોયું, તો દીઠા સુંદર શ્યામ રે,

પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ. ગોવર્ધન - ૧૦

પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા, મારું દેવદમણ છે નામ રે,

મહિમા ચાલ્યો વ્રજમાં ઝાઝો, પૂર્ણ કીધા મન કામ. ગોવર્ધન - ૧૧

દૂધ, દહીં, વ્રજવાસી કેરા, આરોગ્યા નંદલાલ રે,

ઝારખંડ માં જઈ મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ. ગોવર્ધન - ૧૨

ઇન્દ્ર નાગ ને દેવદમણ પ્રભુ પ્રગટ થયા વ્રજમાઈ રે,

ગિરિવર ઉપર આપ પધારી, સેવા ચલાવો ત્યાંય. ગોવર્ધન - ૧૩

શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડે ને ઘેર રે,

વચન સુણી ગિરિવર પ્રભુજીનાં વાત પૂછી કરી પર. ગોવર્ધન - ૧૪

સદુ પાંડે એ શ્રી મહાપ્રભુજીને કહયો પ્રાકટ્યનો પ્રકાર રે,

દેવદમણ નમે પ્રકટયાં છે, મહિમા અપર્મપર. ગોવર્ધન - ૧૫

શ્રી મહાપ્રભુજી ગિરીપર પધાર્યા, સામા મળ્યા નિજ નાથ રે,

અંગો અંગે ભેટી સુખ ઉપજ્યાં, જોડ્યા પછી બેવું હાથ. ગોવર્ધન - ૧૬

ગોવર્ધન ઉધારણ ધીરનું, નામ ધાર્યા શ્રી નાથ રે,

મોરપીંછ નો મુકુટ ધરાવી, બંસી દીધી હાથ. ગોવર્ધન - ૧૭

પાટે બેસાડીને ભોગ ધરાવ્યા, ત્યાંથી પધાર્યા આપ રે,

નિજજન ને મન આનંદ વધ્યો, દૂર થયા તન તાપ. ગોવર્ધન - ૧૮

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.