← બધા કીર્તન

ગિરિરાજ તમારા ગૌધનની ગાવલડી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ગિરિરાજ તમારા ગૌધનની ગાવલડી મારે બનવું છે

ગોપાલા તમારા ચરણોની ચાકરડી મારે બનવું છે

તમે ગોપીની બે આંખોમાં,

તમે સંતાઈ ગ્યાતા એની પાંપણમાં,

ગોપીની અંતર ઉતરેલી આંખલડી મારે બનવું છે - ગિરિરાજ

તમે અંગે અંગમાં કમળ સમા,

જાણે કે કમળ તલાવડીએ

એ કમળનું ફૂલ ગુલાબી કોઈ પાંખલડી મારે બનવું છે – ગિરિરાજ

તમે મોર બની નાચો ત્યારે,

નંદરાણી ફૂલ સૌ હસતા

પછી રંગ નવા આ લાવો એ વાંસલડી મારે બનવું છે – ગિરિરાજ

કહે શ્રાવણી કે હું નિત્ય સખા,

તને રીઝાવું હું પજાવીને

માખણ મુખથી છીનવીને આંગલળી મારે બનવું છે – ગિરિરાજ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.