← બધા કીર્તન

ગોકુળમાં આજ દિવાળી

નંદમહોત્સવ

કીર્તનના શબ્દો

ગોકુળમાં આજ દિવાળી, હારે ગોકુળમાં આજ દિવાળી,

પ્રકટ થયા વનમાળી, રે પ્રકટ થયા વનમાળી - ગોકુળમાં

ઘર ઘરથી ગોપી આવે, મનગમતા સાજ સજાવે,

વાલમજીના ગુણ ગાવે, રે વાલમજીના ગુણ ગાવે - ગોકુળમાં

નાચે ને કુદે ગોવાળો, એને હૈયે હરખ ના માય,

નીરખવાને નંદ લાલો, રે નીરખવાને નંદ લાલો - ગોકુળમાં

એ તો અબીલ ગુલાલ ઉડાવે, મારગડે મહી છલકાવે,

ગોરસ રસ રેલાવે, રે ગોરસ રસ રેલાવે - ગોકુળમાં

નંદરાય તણા દરબારે, ત્યાં ભીડ ભરાણી ભારે,

ભુવન જય જય કરે, રે ભુવન જય જય કરે - ગોકુળમાં

પારણિયે વિશ્વ વિહારી, ઝુલાવે વ્રજની નારી,

'ગોવિંદ' જાય બલિહારી, રે 'ગોવિંદ' જાય બલિહારી - ગોકુળમાં

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.