ગોકુલના રસિયા વહાલા
કીર્તનના શબ્દો
શ્રી ગોકુલના રસિયા વહાલા, શ્રી ગોવર્ધન નાથ રે,
આવો તો અલબેલા વહાલા, કહું એક વાત રે,
તમ સાથે તો પ્રીતડી જોડી, છોડાવી હીરની ગાંઠ રે,
નિજ કમળની દાસી જાણી, રાખો તમારી પાસ રે,
દૈવી જીવને શરણે લીધા કીઘા અંગિકાર રે,
વલ્લ્ભ કુલે તુલસી આપ્યા, જોડાવ્યા બેઉ હાથ રે,
તમ ચરણની દાસી જાણી, રાખો તમારી પાસ રે,
સાચું સગપણ શામળીયાનું, ચતુર સુજાણ રે,
અમ સરખીતો અનેક દાસી, પ્રભુ તમારી પાસ રે,
‘હરિંદાસ' પ્રભુ શોભા નિરખી, નિત્ય નિત્ય જાઉ બલિહારી રે.