ગોપાલ મારો પારણિચે ઝુલે
કીર્તનના શબ્દો
ગોપાલ મારો પારણિચે ઝુલે રે
ઝુંલાવે ગોકુલની નારી રે - ગોપાલ મારો
ગોપાલ તને રમકડા આપુ રે,
ગોપાલ તને માખણિયુ વ્હાલુ રે,
ગોપાલ મારો બોલે છે કાલું કાલું - ગોપાલ મારો
ગોપાલ તને ઝાંઝરડી પ્હેરાવું,
કે નાનાં નાનાં ડગલાં ભરાવું,
ગોપાલ તને આંગણિયામાં નચાવુ - ગોપાલ મારેયો
ગોપાલ તને ‘કુમુદિની’ રમાડે,
કે હાથમાં ધૂઘરડો વગાડે,
કે પ્રાતઃ સમે આવીને જગાડે - ગોપાલ મારો