ગોરી રાધા ને કાળો કાન
કીર્તનના શબ્દો
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
જગની રીતનું શુ કામ
રાધા નું રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ – ગોરી રાધા
પચ્છમના રાધા રાણી પૂર્વનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમે-ઝૂમે બેલડી ને
કામણગારા એના કોડ રે
રાધા નું તનડું નાચે
મનડું નાચે, કાન્હા ની મુરલી,
ભુલાવે જો ને સહુના ભાન – ગોરી રાધા
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીતનું શું કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ – ગોરી રાધા