← બધા કીર્તન

હાલો રે હાલો અમે વ્રજમાં જવાના

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

હાલો રે હાલો અમે વ્રજમાં જવાના,

વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના - હાલો રે

મેવાડ દેશમાં મારો વ્હાલો બિરાજે,

ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે,

શ્રીજી બાવાને અમે ભેટી પાડવાના - હાલો રે

શ્રીજીના દ્વારે આનંદ આવશે,

પોતાના જાણી વ્હાલો હૈયે લગાડશે,

હૈયાની વાત અમે કાનમાં કહેવાના - હાલો રે

શ્રીજીના દ્વારે મોરલિયા બોલે,

શ્રીજીની આંગળીયે ગોવરધન ડોલે,

હેતના હિલોળે અમે ઝૂલવાના - હાલો રે

વલ્લભની કુલની સાથે વ્રજમાં ફરીશું,

ચોર્યાસી કોષની પરિક્રમા કરીશું,

રમણ રેતીમાં અમે પાવન થવાના - હાલો રે

હાલો રે હાલો બરસાના જવાના,

બરસાના જવાના અમે જાનમાં જવાના,

લાલાને પરણાવી અમે લાવો લેવાના – હાલો રે

ભ્રકુભાનને ઘેર જાન લઇ જવાના,

વેવાઈને માંડવે મોંઘેરા થવાના,

લાલની જાન માં આનંદ કરવાના – હાલો રે

વલ્લભ કુલની આજ્ઞા માનીને,

વૈશ્ણ જનોની સાથે મળીને,

વારે વારે અમે વ્રજમાં જવાના – હાલો રે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.