હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે
કીર્તનના શબ્દો
હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે
હારે જોઈ વૈષ્ણવના હૈયા ફુલે – હારે
હારે સોનાનો હિંડોળો બનાવ્યો
હારે તેમાં હીરા માણેકે મઢ્યો – હારે
હારે જાય જોઈનો હિંડોળો બનાવ્યો
હારે તેમાં ગુલાબને મોગરો ભરીયો – હારે
હારે શાક પાનનો હિંડોળો બનાવ્યો
હારે તેમાં ગુવારને કાકડી સોહે – હારે
હારે ફળફૂલનો હિંડોળો બનાવ્યો
હારે તેમાં કેળાને નાસપતિ સોહે – હારે
હારે કુંજ સદનમાં હિંડોળો બનાવ્યો
હારે રાધા કૃષ્ણને સંગ ઝુલે – હારે
હારે લલીતાજી ઝુલાવે હેતે
હારે સત્યભામાજી ચમર ઢોળે – હારે
હારે શ્રી વલ્લભના સ્વામી રસીયા
હારે મારા હૃદય કમળમાં વસીયા - હારે