હવેલી બંધાવી દઉં
કીર્તનના શબ્દો
હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની
રેતી એ પ્રેમની લાવી હું તો લાવી સ્નેહની ઈંટો
રેડીને લાગણીઓ મેં ચણાવીછે ભાવની ભીંતો
દીવાલો રંગાવી દઉં, ગોકુળિયા ગામની – હવેલી
માનવ તણા ફળિયે આ બોલાવ્યા મેં દેવોને
સત્સંગને અપનાવીને છોડી મેં કુટેવોને
હર્યુદયમાં કંડારી દઉં, મુરત શ્રી નાથની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની
હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની