← બધા કીર્તન

હે મારા સારથી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મને સુખમાં સાચવનાર

હે મારા સારથી

મને દુઃખમાં દોરાવનાર

હે પરમાર્થી

મારા પગલે પગલાં જોજે

મારી અંતર આંખો ધોજે

મને પ્રેમલ રસ પાનાર

હે પરમાર્થી

એક પ્યાસા હરણા માટે

તું ઝરણું થઇ સંચરજે

મારી ભ્રમણાઓ હરનાર

હે પરમાર્થી

તું અંતઘડી સંચરજે

તારો કેફ કસુંબલ દેજે

મને યાદ મધુર દેનાર

હે પરમાર્થી

મને કરુણાથી ભીંજવજે

મારી ગાગર સાગર કરજે

હું “શ્રાવણી” તું કિસ્તાર

હે પરમાર્થી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.