હે યમુના તારા માધવથી મુજને મિલાવ
કીર્તનના શબ્દો
હે યમુના તારા (૨) માધવથી મુજને મિલાવ
મારા મનડાનો મોર મારે આંગણે નચાવ,
હે…મારા કેશમાં મોગરાના ગજરા ગૂંથાવ
મારી સેંથીમાં સિંદૂર એના હાથે પુરાવ – હે યમુના
હે…કાલા તે રંગની કંચુકી પેરાવ
મારો કાંઠુલો એના રંગનો ચડાવ – હે યમુના
હે…એનું મલપતું મુખ મારી બિંદીએ ચીતરાવ
એના નામની છાપેલી મને ઓઢણી ઓઢાવ – હે યમુના
હે…એના ગીતડાને ગાતો મને ચૂડલો પેરાવ
મારા નાકમાં નથડી એના નામની જડાવ – હે યમુના
હે…એના હાથમાં હાથ મારો તું જ પધરાવ
તારા શ્રીજીની સંગે મને તું જ પરણાવ – હે યમુના
હે…તું તો શ્રાવણીને શ્રાવણના જળથી ભીંજાવ
મને વ્રીન્દાએવાં કુંજમાં કૃષ્ણ મિલાવ – હે યમુના