← બધા કીર્તન

હો હો રે તારું ચંપારણ્ય ગાજે

વધાઈ

કીર્તનના શબ્દો

હો હો રે તારું ચંપારણ્ય ગાજે

ચંપારણ્ય ગાજે તારું ગોકુળિયું ગાજે - હો હો રે

પ્રગટ્યા છે આજે પ્રભુ ચંપારણ્ય ધામમાં

આનંદ થઇ રહ્યો છે ઘેર ઘેર ગામમાં

એ ધનધનાધન ધનધનાધન નગારા વાગે - હો હો રે

કુમકુમ કેસરના સાથીયા પુરાવ્યા

આસોપાલવ ના તોરણ બંધાવ્યા

એ સનસનાસન સનસનાસન શરણાઈયું વાગે - હો હો રે

સાવરે સોનાના પારણા બંધાવ્યા

માતા ઈલ્લામાં ગારુ પારણે ઝુલાવે

એ ઝનઝનાઝન ઝનઝનાઝન કાસીંયા રે વાગે - હો હો રે

આજે આનંદ ઉત્સવ થાયે ઉમંગમાં

દર્શન કરવાને ભક્તો જાયે તે ધામમાં

એ નાચી કૂદીને વૈષ્ણવ તાળીઓ રે પાડે - હો હો રે

શ્રી ગોવર્ધન વલ્લભ એક સ્વરૂપ છે

પ્રગટ્યા ભુતલ પાર દૈવી જીવ માટે

દાસ વલ્લભ તારા ગુણલા ગાવે - હો હો રે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.