← બધા કીર્તન

હૃદય કુંજ માં પધારજો હરિ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

હૃદય કુંજ માં પધારજો હરિ, શ્યામ તમ તણી હું જોવું વાટડી

ધ્યાન હું ધરું શ્રી નંદલાલ નું સ્મરણ હું કરું શ્રી ગોપાલનું

નમન હું કરું તમ ચરણમાં, દીન જાણીને રાખો શરણમાં

અંતકાળ ના બેલી આપ છો, સકલ જગતના માત તાત છો

સ્વજન સંગમાં રંગમાં રોળી, નાથ આપને હું ગઈ ભૂલી

સમય આવ્યો દૂર સૌ થયા, હું અને તમે એકલા રહ્યા

દાસી કહે પ્રભુ દર્શન આપજો, કરગરી કહું હૃદય પધારજો

હૃદય કુંજ માં પધારજો હરિ, શ્યામ તમ તણી હું જોવું વાટડી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.