← બધા કીર્તન

હું તો માંગુ શ્રી મહાપ્રભુજી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

હું તો માંગુ શ્રી મહાપ્રભુજી એટલું રે

આપનાં ચરણોમાં પ્રીતિ થાય (૨) - હું તો માંગુ

દુઃખ ના તૂટી પડે મ પર ડુંગરા રે

તોયે સ્મરણ આપનું ના જાય (૨) - હું તો માંગુ

સુખનાં સાગર કદી જો ઉછળે રે

તોય સેવામાં ચિત્ત પરોવાય (૨) - હું તો માંગુ

જીવન દોષો સામું જોશો નહિ રે

જીવના દોષો તણો નહિ પાર (૨) - હું તો માંગુ

મનડું ઝૂરે સદા વિયોગથી રે

આંખડી અળગી નાં તમથી થાય (૨) - હું તો માંગુ

ઝકડાયેલો જગત જંજાળમાં રે

છૂટવા સમજાવો કોઈ ઉપાય (૨) - હું તો માંગુ

મહા પ્રભુ આશા જીવનની એ જ છે રે

આપનાં વારે વારે દર્શન થાય (૨) - હું તો માંગુ

દાસનાં દાસની આ છે વિનંતી રે

આપનાં ચરણકમળમાં નિવાસ (૨) - હું તો માંગુ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.