← બધા કીર્તન

હું તો પુછું પુછું ને ભુલી જાઉં

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

હારે હું તો પુછું પુછું ને ભુલી જાઉં રે,

કાના તારી હું શું સગી થાઉં રે

જલ ભરવા જાઉં ત્યારે પાંણીડા ઉડાડતો

ધેનુ ચરાવું ત્યારે વાંસળી વગાડતો

હારે તારા નામે હું ભાન ભુલી જાઉં રે – કાના તારી

મીઠી લાગે છે કાન તારી વાંસલડી

ખબરનાં પડી મને ક્યારે પડી રાતડી

હારે રોજ સાસુ ના મેણાં હું ખાઉં રે – કાના તારી

જમુનાને તીરે કાન રોજ રોજ આવતો

વેણુનો નાદ કાન રોજ સંભળાવતો

હારે અંગે અંગોમાં આનંદ રેલાય રે – કાન તારી

નંદનો દુલારો ને જશોદાનો લાલ રે

માથે મુગટ ભાલે તિલક લાલ છે

હારે કાન આવોને ના શરમાવ રે – કાન તારી

ગોપી મંડળનો સ્વામી શામળિયો

ભક્ત હૃદયમાં આવવીને વસિયો

હારે તારા ચરણોની દાસી બની જાઉં રે - કાના તારી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.