હું વનરાવન બાગનું ફૂલ
કીર્તનના શબ્દો
હું વનરાવન બાગનું ફૂલ મારા વાલમ
મને કાંટાળી થોર ના બનાવશો
હું ચરણે ચોંટેલી ધૂળ મારા વાલમ
હું ચરણે ચોંટેલી ધૂળ મારા વાલમ
મને પાણી તે જળનાં બનાવશો (૨) – હું વનરાવન
હું સૂરજના કૂળની દીવડી મારા વાલમ (૨)
હું સૂરજના (૨) કૂળની દીવડી મારા વાલમ
મને અંધારું ઘોર ના બનાવશો (૨) – હું વનરાવન
હું ગંગાનું નિર્મલ નીર મારા વાલમ
હું ગંગાનું (૨) નિર્મલ નીર મારા વાલમ
મને લીલી તે લીલ ના બનાવશો (૨) – હું વનરાવન
હું રણજણતું પાયલનું ઘૂંઘરું મારા વાલમ (૨)
હું રણજણતું (૨) પાયલનું ઘૂંઘરું મારા વાલમ
મને માથાનો મુગટ ના બનાવશો (૨) – હું વનરાવન
હું શ્રાવણની ઝરમરતી સાંજ મારા વાલમ (૨)
હું શ્રાવણની (૨) ઝરમરતી સાંજ મારા વાલમ
મને વૈશાખી બપોર ના બનાવશો (૨) – હું વનરાવન