જાગો ગોફુળના ગોવાળીયા \
કીર્તનના શબ્દો
જાગો જાગો ગોફુળના ગોવાળીયા રે,
મંગળ મુખની ઝાંખી અમને થાય - શ્રી ગોફુળના
ગોવાળોના ટોળા દ્વારે આવી ઉભા રે,
ગાયો કેરી ઘંટડીઓ સંભળાય - શ્રી ગોફુળના
વ્યાફુળ થઈને ઝુરે દ્વારે ગોપીઓ રે,
મટુકીમાંથી અમૃત રસ છલકાય - શ્રી ગોફુળના
જશોદાજી દૂધ મીઠા કાઢી રહ્યા રે,
નંદરાયજી મનમાં વ્યાફુળ થાય - શ્રી ગોકુળના
જમુનાજીની લહેરો કેવી ઉછળે રે,
મુખ તમારા કંઈ કરતા દેખાય - શ્રી ગોકુળના
નાથ તમારા દર્શન કેરા વ્યસની થયાં રે,
મુખ પર વ્હાલા ‘ક્મલ' વારી જાય - શ્રી ગોફુળના