જય જય જમુનાજી
કીર્તનના શબ્દો
જય જય જમુનાજી દાતાર
તુજને વંદન વારંવાર
કરતી જીવોનો ઉધ્ધાર – તુજ ને વંદન
તપ કરી હરિને તે આરાધ્યા
સુંદર વરદાનો તે માંગ્યા
વશ કરી લીધા જુગદાધાર – તુજ ને વંદન
નિજ સ્વાર્થ તે કદી નવજાણ્યો
પ્રભુનો અખંડ આનંદ માણ્યો
પામી પ્રીતમનો તું પ્યાર – તુજ ને વંદન
મા તું પરિબ્રહ્મની પટરાણી
દૈવી જીવ પાર કરુણા તે આણી
વહેતી કરુણા કેરી ધાર – તુજ ને વંદન
યમુના કિનારે જે કોઈ નહાશે
તેના સઘળા પાપો જાશે
પહોંચી જાશે પ્રભુને દ્વાર – તુજ ને વંદન
અવિચલ ભક્તિ દેજો માડી
લેજો બાળકને સંભાળી
ભક્તોને તારો છે આધાર – તુજ ને વંદન