← બધા કીર્તન

જય જય શ્રી યમુના

આરતી

કીર્તનના શબ્દો

જય જય શ્રી યમુના મા

જય જય શ્રી યમુના

જોતા જનમ સુધારયો

નાતા જીવને ઉધારયો

ધન્ય ધન્ય તમે યમુના

મા જય જય શ્રી યમુના

શામલડી સુરત મા મુરત માધુરી,

મા મુરત માધુરી,

પ્રેમ સહીત પટરાણી,

પરાક્રમે પુરાં,

મા જય જય શ્રી યમુના

ગેહ વરવન ચાલ્યા મા ગંભીરે ધેરયાં

મા ગંભીરે ધેરયાં

ચુંદડી એ ચટકાળા

પહેરયાં ને લહેરયાં

મા જય જય શ્રી યમુના

ભુજ કંકણ રુડા મા ગુજરિયો ચુડી

મા ગુજરિયો ચુડી

બાજુ બંધ ને બેરખા

પહોંચી રત્ન જડીત

મા જય જય શ્રી યમુના

ઝાંઝર ને ઝમકે મા વિછીયાં ને ઠમકે

મા વિછીયાં ને ઠમકે

નેપૂરને નાદે મા

ઘુઘરી ને ઘમકે

મા જય જય શ્રી યમુના

સોળે શણગાર સજીયા મા નકવેસર મોતી

મા નકવેસર મોતી

આભુષણ મા ઓપો છો

દરપણ મુખ જોતા

મા જય જય શ્રી યમુના મા

તટ અંતર રુડા મા શોભીત જળ ભરિયા

મા શોભીત જળ ભરિયા

મન વાંછિત મુરલીધર

સુંદીર વરવરિયા

મા જય જય શ્રી યમુના

લાલ કમળ લપટ્યા મા જોવાને ગ્યાતાં

મા જોવાને ગ્યાતાં

કહે માધવ પરિક્રમા

વ્રજની કરવા ને ગ્યાતાં

મા જય જય શ્રી યમુના

જય જય શ્રી યમુના

મા જય જય શ્રી યમુના

જોતા જનમ સુધારયો

નાતા જીવને ઉધારયો

ધન્ય ધન્ય તમે યમુના

મા જય જય શ્રી યમુના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.