← બધા કીર્તન

જય શ્રી કૃષ્ણ કહેવાની

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી

મારા વાલાજી ને વિસારું ન એક ઘડી,

મારા શ્યામળિયા ને છોડું ન એક ઘડી - જય

પીળા પીતામ્બર જરકશી જામા ધર્યા

વ્હાલે કંઠે મોતીની માળા ધરી - જય

કાને કુંડળ મસ્તકે મુગટ ધર્યા,

વ્હાલે મુખ પર મોરલી અધર ધરી - જય

ચાર ચોક વચ્ચે હરિ એ મંદિર બાંધ્યા,

વ્હાલો આપ બિરાજે છપ્પર ધરી - જય

શંખ ચક્ર ગદા ને વળી પદમ ધર્યાં,

વાલો ચાલે છે ચાલ ચટકડી રુડી - જય

ત્યાં તો રાધા ને કૃષ્ણ બિરાજે છે,

સામા મહારાણીજી ઉભા માળા ધરી - જય

ત્યાં તો વૈષ્ણવની ભીડ ઘણી રે ઘણી,

ચાલો ઝાપટડીયાની ઝાપટ વાગે તાડા રે તડી - જય

હું તો પાયે પાડું છું લળી રે લળી,

મને ચરણ માં રાખો સદાય હરિ - જય

હું તો કર રે જોડીને કરું વિનંતી રે,

વાલા વ્રજ માં તે વાસ આપો સદાય હરિ - જય

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.