← બધા કીર્તન

ઝાલર માં ડંકા રૂડા થાય

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઝાલર માં ડંકા રૂડા થાય (૨)

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

મધ મીઠ્ઠા દર્શનિયા થાયે (૨)

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

ઝાલર મા ડંકા રૂડા થાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

નિત્ય નિહાળુ નાથ ગોવર્ધનધારી (૨)

જય જય ગિરિરાજજી ની થાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

મનડા મોહાવે મીઠ્ઠા મદન મોહનલાલજી (૨)

વેણુ તો મુખપર સોહાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

નવલા શ્રીંગાર શોભે નવનીત શ્રીનાથજી (૨)

વિધ વિધ સામગરી ધરાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

પાવન પલનામા ઝુલે બાલકૃષ્ણલાલજી (૨)

હાલરડા હેતે ગવાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

કીર્તન વધાઇ ગાંન ગ્વાલ હૈયે ગુંઝતા (૨)

સ્વરૂપ સાથ રે સોહાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

ઝાલર મા ડંકા રૂડા થાય

ચાલો સહુ વૈષ્ણવો હવલીયે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.