જોતાં હૈયું મારું હરખાય
કીર્તનના શબ્દો
કે જોતાં હૈયું મારું હરખાય
નીરખવા લોચનીયા લલચાય
એવું રૂપ રસિયા નું.. કે જોતાં
ભરવા ગઇતી પાણી દીઠા નંદ કુંવરને લોભાણી
બેની મારી ધીરજ ખૂટી જાય (૨)
એવું રૂપ રસિયા નું.. કે જોતાં
પાલવ મારો ઝાલ્યો એના હાથ માં વીંટળાવ્યો
તોયે એને કાંઈ ના કહેવાય (૨)
એવું રૂપ રસિયા નું.. કે જોતાં
નૈન કટારી મારી મુજને લાગે પ્યારી પ્યારી
મુખ એનું મધુર મધુર મલકાય (૨)
એવું રૂપ રસિયા નું.. કે જોતાં
સાસરીયે ન સોહાય બેની મારે પિયરીયે ન રહેવાય
આ દુખ કોયને ન કહેવાય (૨)
એવું રૂપ રસિયા નું.. કે જોતાં
રસિક પ્રિતમ ને કહેતી હું તો છાનીછાની રહેતી
એવો પ્રેમ પીયુ નો વારી જાઉં (૨)
એવું રૂપ રસિયા નું.. કે જોતાં