← બધા કીર્તન

કાલા ઘેલા બોલ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

કાલા ઘેલા બોલ તારા લાગે છે મીઠડાં,

રોજ રોજ મળવાને આવ, શ્યામ તને મારા સોગંધ છે

જમુનાના તીર પર જલ ભરવા જાઉં છું,

તારા માટે સારું સારું ખાવાનું લાઉં છું

અંતરની આગ બુઝાવ – શ્યામ તને

તારો વિયોગ શ્યામ મુજથી સેવાયના,

દિલડાંની વાત મારી જાહેર કરાયના

વાંચી જો હૈયાનો ભાવ – શ્યામ તને

અજવાળી રાત એકલડો આવજે,

વૃંદાવન કુંજ-ગલીમાં રાસ રમાડજે

અમસાથે રજની વીતાવ – શ્યામ તને

તારો શુદ્ધ પ્રેમ હૈયાને ખિચતો,

બંસીનો સૂર મારા મનને મૂંઝવતો

ગોપીઓ ની પૂરી કરો આશ – શ્યામ તને

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.