← બધા કીર્તન

કાળા કાળા ચોરની મોહિની

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

કાળા કાળા ચોરની મોહિની લાગી રે,

શ્યામ સુંદર રૂપની મોહિની લાગી રે,

જગતના એ ભૂપની મોહિની લાગી રે,

દૂર મેવાડ દેશ ચિત્ત ચોર વસે રે,

નીરખી નીરખી જેનું મારું મનડું હશે રે,

ચિતડાના એ ચોરની મોહિની લાગી રે - કાળા કાળા ચોર

સંસારની આ માયા જોય હું તો થાકી રે,

સાંભળને ઓ શામળા મારી પિરતડી પાકી રે,

મનડાના એ મોરની મોહિની લાગી રે - કાળા કાળા ચોર

સ્મરણ તારી છબી કેરું મુજને વહાલું રે,

કૃષ્ણના નામ આધારે હું જગમાં મ્હાલું રે,

વાંસળી ઘનઘોર જોને એવી લાગી રે - કાળા કાળા ચોર

દર્શન એના કરી હું તો ભાન ભૂલી રે,

મીઠડી ઝાખી પર 'નીતા' જીવન વારી રે,

માખણના એ ચોરની મોહિની લાગી રે - કાળા કાળા ચોર

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.