કાના માંગુ તારી પાસ
કીર્તનના શબ્દો
કાના માંગુ તારી પાસ, મારી પુરી કરજો આશ
કર જોડી માંગુ હું તો એટલું, મને એક વાર દર્શન આપજે
મોર મુગટ સોહાય, કાને કુંડળ છલકાય
કાનાએ તિલક કેસરનું કર્યું ભાલમાં – મને એક વાર
દાંત દાડમ કેરી કાળિયો, હાથે વીતી હિરે જાડિયો
તારું મુખડું છે પૂનમ કેરો ચાંદ રે – મને એક વાર
હાથે બાજુબંધ શોભે, પગમાં ઝાંઝરીયા ઝમકે
તારા મુખ પર મોરલી સોહાય રે – મને એક વાર
કંઠે ફૂલડાંનો છે હાર, એની સુગંધનો નહિ પાર
તને નીરખીને મન હરખાય રે – મને એક વાર
તે તો આંખે આંજી મેષ, તારા વાંકળિયા છે કેશ
તારા મુખ પર વારી વારી જાઉં રે – મને એક વાર
તું તો ગોકુળ ગાયો ચારે, ગોપીઓનું માખણ ભાવે
તું તો નંદ જશોદાનો લાલો રે – મને એક વાર
કદમ કેરા ઝાડે ચઢતો, ગોપીઓના મનડા હરતો
તારી મોરલીનો નાદ સુણાય રે – મને એક વાર
ભક્તો માંગે છે કરજોડી, કાના વનંતી સુણજો થોડી
મારા હૃદયનો સુણજો પોકાર રે – મને એક વાર