← બધા કીર્તન

કાનજી તારી માં કહેશે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

કાનજી તારી માં કહેશે અમે તો કાનુડો કહેશું રે

એટલું કહેતા નહિ માનો તો ગોકુલ મેલી દેશું રે

માખણ ખાતા નતું આવડતું મુખ તારું હતું હેઠું રે

ગોપીયો એ તારું ઘર ઘેરાણું જઈ ખૂણા માં બેઠતો રે

કાનજી તારી માં કહેશે અમે તો કાનુડો કહેશું રે

ચુડલી પહેરતા નતું આવડતું અમે તેદી પહેરાવતા રે

ભરવાડો ની ગાળું ખાતો અમે તેદી છોડાવતાં રે

કાનજી તારી માં કહેશે અમે તો કાનુડો કહેશું રે

કાલો ઘેલો તારા માત પિતા નો અમને શેના ટોડ રે

કર્મ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે

કાનજી તારી માં કહેશે અમે તો કાનુડો કહેશું રે

ઘુંટણિયાં ભેર હાલતો ચાલતો કાલુ ઘેલું બોલતો રે

ભલે મળીયા વલ્લભ ના સ્વામી પ્રેમ ભક્તિ માં રેશું રે

કાનજી તારી માં કહેશે અમે તો કાનુડો કહેશું રે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.