કાનુડા ના કજિયા
કીર્તનના શબ્દો
કાનુડા ના કજિયા માડી સાંભળો રે લોલ,
સાંભળ જો માં ધ્યાન દઈ વાતજો કાનુડા ના કજિયા
નિત્ય પ્રભાતે ઘરે આવતો રે લોલ,
આવતા ની સાથે માંગે છાશ કાનુડા ના કજિયા
ઉના માંગે છે ઢેબરાં રે લોલ,
ઉપર માણો માખણ મજેદાજો કાનુડા ના કજિયા
મેં કીધું કે માખણ નથી ઉતાર્યા રે લોલ,
મોરલી મારી મટકી મોજારજો કાનુડા ના કજિયા
ગોરસ ની રેલમ છેલ રે લોલ,
ઉપરથી કાંઈ કાંઈ કરતો રાડારાડજો કાનુડા ના કજિયા
આજે પૂર્યા છે એને ઓરડે રે લોલ,
તમને દેખાડવા ને કાજજો કાનુડા ના કજિયા
જાજુ પડતું ગોપી તું બોલ માં રે લોલ,
જીભડી ને કાંઈ ઓછા રાખો જોશજો કાનુડા ના કજિયા
કાનો પોઢ્યો છે પલંગ માં રે લોલ,
નથી ગયો ઘરની બારજો કાનુડા ના કજિયા
કાના ને સાદ માં એ પાળિયો રે લોલ,
શેજલડીએ થી દીધો હોકરજો કાનુડા ના કજિયા
આંખો ચોળતો તે બાર આવ્યો રે લોલ,
આંખ માંતો ઊંઘનો નહિ પારજો કાનુડા ના કજિયા
ભોખા પડીને ગોપી ભાગીયા રે લોલ,
એવો કાંઈ જબરો જાદુગરજો કાનુડા ના કજિયા