← બધા કીર્તન

ખમ્મા મારા નંદજીના લાલ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ખમ્મા મારા નંદજીના લાલ,

મોરલી ક્યાંરે વગાડી?

હુ રે સૂતીતી મારા શયન ભવનમાં,

સાંભળ્યો મોરલીનો નાદ - મોરલી

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,

ભૂલી ગઈ ભાન શાન - મોરલી

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,

દીઠાંમે નંદજીના લાલ - મોરલી

દોણું લેઈને ગૌ દોવાને બેઠી,

નેતરાં લઈને હાથ - મોરલી

વાછરુ વરાહે મેં તો છોકરાંને બાંધ્યા

નેતરાં લઈને હાથ - મોરલી

ખમ્મા મારા નંદજીના લાલ,

મોરલી ક્યાંરે વગાડી?

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.