કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા
કીર્તનના શબ્દો
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને વાટે
લીધો મણિયારા કેરો વેશ
કે હોવે હોવે લીધો મણિયારા કેરો વેશ
કે હું તો તને વારી જાઉં રે મણિયારા
દ્વારિકાની શેરીઓ માં ઘૂમે રે મણિયારો
ચૂડલા વેચે જોને નંદનો દુલારો
ચૂડલા વેચ જોને પની પની સાંઈ સાગ સાગ મગ રે
શેરીએ શેરીએ સાદ પડે ને જોવા
ઉતર્યા બ્રહ્મ મહેશ
કે હોવે હોવે ઉતર્યા બ્રહ્મ મહેશ
કે હું તો તને વારી જાઉં રે મણિયારા