← બધા કીર્તન

કૃષ્ણજીના નામની તું લૂંટ લૂંટી લે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

કૃષ્ણજીના નામ ની તું લૂંટ લૂંટી લે,

શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે

ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,

ગીરીને ધરીને ગિરિધર એ કહાવે,

ગોકુલના નાથ નું તું નામ સ્મરી લે,

શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે - કૃષ્ણજીના

દિવ્ય સ્વરૂપ આનંદના સાગર શ્રીનાથજી,

નેહ જે વરસાવે એ સ્નેહલ શ્રીનાથજી,

પ્રેમને આનંદ ના તું રાસ રચી લે,

શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે - કૃષ્ણજીના

શ્રીજી નામ રટતા મન ના દુઃખ દૂર થાય,

નિત્ય હરિ છબી જોતા જીવ તરી જાય,

હિતકારી શ્રીજીને પ્રણામ કરી લે,

શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે - કૃષ્ણજીના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.