← બધા કીર્તન

કૃષ્ણ રમાડે છે રાસ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે,

દર્શનની હૈયે છે આશ,

ઘરના તે કામ કાજ પડતા મૂકીને,

સૂની હો બંસરીનો નાદ - ગોપીઓ

અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા,

નેપુર ચડાવયા છે કાન - ગોપીઓ

સેંથા ઉપર કાજળ લગાડ્યું,

હીંગળો લગાડ્યો લલાટ - ગોપીઓ

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,

વ્હાલો રમાડે છે રાસ - ગોપીઓ

દો દો ગોપી બીચ બીચ માધો,

નાચે છે દઈ દઈ તાલ - ગોપીઓ

માધવદાસ ના સ્વામી શામળિયા,

રંગે રમાડ્યા છે રાસ - ગોપીઓ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.