← બધા કીર્તન

લાવ હથેળી શ્યામ લખી દઉં

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઓ હો શ્યામ, ઓ હો શ્યામ, ઓ હો શ્યામ

ઓ હો શ્યામ, ઓ હો શ્યામ, ઓ હો શ્યામ

લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં

આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કિરતાર લખી દઉં – લાવ હથેળી

મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં

કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં – લાવ હથેળી

કુંડળ ઉપર કમલ નયનને, અલકાવેલી પર અલખ લખી દઉં

નાસિકા ઉપર નટવર નાગર, નથલી પર શ્રીનાથ લખી દઉં – લાવ હથેળી

અધરો ઉપર અંતરયામી, બિંદી માં વ્રજ ચંદ્ર લખી દઉં

પાપણ ઉપર પરમાનંદને, કિકી માં હું કૃષ્ણ લખી દઉં – લાવ હથેળી

ચૂંદડી ઉપર ચિત્ત હરનારો, પાલવ પર પ્રીતમજી લખી દઉં

શ્રાવણી મનને ભીતર મોહન રોમ રોમ રસ રાજ લખી દઉં – લાવ હથેળી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.