માડી સાચું તું માન
કીર્તનના શબ્દો
માડી સાચું તું માન, તારો કેવો આ કાન,
નિત્ય નવા કરતો તોફાન, તારો કેવો આ કાન
માખણ ભરેલા માટલા ફોડતો
સંગે ગોવાડલિયાને વાછરડાં છોડતો
નાચતો કરતો ગાન, તારો કેવો આ કાન
હાટે ને વાટે કાંકરીયો મારતો
મલકાવી મુખ અતિ મોહ ઉપજાવતો
માંગતો દહીંનું દાન, તારો કેવો આ કાન
જાદુગરી બની મારગમાં બેસતો
વગાડી વેણુ ને વચમાં પેસતો
સહુને ધરાવે ધ્યાન, તારો કેવો આ કાન
નાવિક બનીને બેસાડ્યા નાવમાં
ઊંડે નીરે જઈ લીધી સહુ દાવમાં
કૂદી કરતો સ્નાન, તારો કેવો આ કાન
ભરે ગોપી નીર યામુનાના ઘાટે
મારતો લાકડીને ભાગતો વાટે
ચીર હરિ માંગતો માન, તારો કેવો આ કાન