← બધા કીર્તન

મારા બાલુડા ગોપાલ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મારા બાલુડા ગોપાલ! રમવા આવો તો તમને દલુડો દઉં

દલુડો દઉં રે, તમને દલુડો દઉં રે - મારા

નાના નાના દલુડા ને મોતીડાની ભાત,

તમને રમાડવાની મુજને ઘણી ખાંત - મારા

મોતી કેરા ઝુમખા ને કેસર કેરી ગાંઠ

તમારે કાજે રે મેં તો ઘર માં કીધો ઠાઠ - મારા

આમને સામને દોડવશું ને કરશું ઝાઝા ખેલ

વેણી ગૂંથુ ફૂલતણી ને તેલ ઘણાં ફૂલેલ - મારા

તિલક કરીને અંજન આંજું, રડશો ના અલબેલા

ભોજનિયાં બહુ ભાતભાત ના, તમને પીરસું પહેલા - મારા

શિંકે રાખ્યા માખણ મિસરી, પટ વસ્ત્ર થી ઢાંકી

મોદક કીધા માવા કેરા ઝાઝી સાકાર નાખી - મારા

ઝાંઝરીયા પહેરાવું તમને, ઠમકે ઠમકે નાચો

હું તમારા રંગમાં રાચું, તમે મારે રંગે રાચો - મારા

ભાત ભાત ના રમકડાં ને વૃક્ષે ઝૂલો બાંધું

પ્રેમ ધરીને તેડી તમને પારણિયે પોઢાડું - મારા

હાલરડાં હું ગાઇ સુણાવુ કુમુદિની ના ચંદ

હસતા હસતા ખોળે બેઠા, પામ્યા આનંદ - મારા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.