મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
કીર્તનના શબ્દો
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન,
મારા તનના આંગણિયામાં તુલસીના વન,
મારા પ્રાણ જીવન, મારા ઘટમાં..
મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી,
મારી આંખો દિશે ગિરધારી રે ધારી,
મારું તનમન ગયું, જેને વારી રે વારી,
મારા શ્યામ મુરારી, મારા ઘટ માં..
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા,
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા,
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન,
મારું મોહી લીધું મન, મારા ઘટ માં..
હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું,
હું તો આઠે શમા કેરી ઝાંકી રે કરું,
મેં તો ચિતડું, શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફળ કરિયું, મારા ઘટ માં..
મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો,
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ધ્રોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો,
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માગ્યો,
હીરલો હાથ લાગ્યો, મારા ઘટ માં..
આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે,
વારે વારે માનવ દેહ કદી ના મળે,
ફેરો લખ રે, ચોરાસીનો મારો રે ફળે,
મને મોહન મળે, મારા ઘટ માં..
મારી અંત સમય કેરી સુણો રે અરજી,
લેજો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી,
મને તેડાં, રે યમ કેરા કદી ના આવે,
મારો નાથ તેડાવે, મારા ઘટ માં..
મારું મનડું છે ગોકુલ વનરાવન,
મારા તનનાં આંગણિયા માં તુલસીનાં વન,
મારા પ્રાણ જીવન, મારા ઘટ માં..
શ્રીનાથજી બોલો, શ્રીયમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રીયમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રીયમુનાજી બોલો.