← બધા કીર્તન

મારા શ્રીનાથજીને સોનાની ઘંટિ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મારા શ્રીનાથજી ને સોનાની ઘંટિ

એમા દળાય નહિ બાજરો ને બંટિ

કેસર ધરુ તો સામગ્રી થાય

એલચી ધરિ ને મારા કાના ને ધરાય - મારા શ્રી નાથજી

હઠ કરિ ને લ્હાલો માખણિયા માંગે

માંખણ આપો તો મિસરિ લઈ ભાગે

ખાતો જાય ખવડાવતો જાય

શીખે થી ગોરસ ઢોળતો જાય - મારા શ્રી નાથજી

માડિ તારા કાનુડા ની એવી છે ટેવો

મોટો થયો તોય એવો ને એવો

રમતો જાય રમાડતો જાય

સુતેલા બાળ ને જગાળતો જાય - મારા શ્રી નાથજી

માતા જશોદા અમે ક્યાં જઈ રહિયે

ગોકુલ મેલી ને અમે ક્યાં જઇ વસીયે

એવી રાવ ગોપી કરતી જાય

કાનાને સાનમા સમજાવતી જાય - મારા શ્રી નાથજી

જશોદા ના લાલા તને જાજુ શુ કહેવુ

ગુણલા રે ગાઈ મારે રાજી થઈ રહેવુ

લળી લળી લાગુ તમને પાયે

તારી તે લીલા ના સમજાય - મારા શ્રી નાથજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.