મારા શ્રીનાથજી નો ભારે છે લટકો
કીર્તનના શબ્દો
મારા શ્રીનાથજી નો ભારે છે લટકો
એક હાથ ઉંચો રાખતા જાય,
વૈષ્ણવો ને દૂર થી બોલાવતા જાય – મારા શ્રીનાથજી
વાંકો મુગટ એના શિર પર સોહે
ભાલે કુમ કુમ તિલક સોહે
એ મુખ પર મોરલી રાખતો જાય,
મીઠા મીઠા સૂર વ્હાલો છેડતો જાય – મારા શ્રીનાથજી
જમુના ને તિર વ્હાલો ધેનુ ચરાવતો
કામળી ને લાકડી સાથ રે રાખતો
નાની સી ધોતી પહેરતો જાય,
અંગે ઉપરનું ઓઢતો જાય – મારા શ્રીનાથજી
અરે કેડે કંદોરો કટિ મેખલા સોહે
પાયે ઝાંઝર ઝીણા ઝીણા ઝમકે
એ તો નાચતો જાય નચાવતો જાય,
વન માં ગાવલાડી ચરાવતો જાય – મારા શ્રીનાથજી
જલ ભરવા જાઉં ત્યારે પાછળ આવતો
નઝર ચૂકવી મારા બેલડા રે ફોળતો
એ હરખાતો જાય મલકાતો જાય,
મારી નારંગ ચૂંદડી ભીંજાવતો જાય - મારા શ્રીનાથજી
સાંજ પડે પ્રભુ દોડ રે એવી મુકતા
માતા જશોતા નો ખોલો એ ખૂંદતા
એ માતા ઓ વારના લેતા જાય,
ચુંબન કરી ને હરખાતા જાય – મારા શ્રીનાથજી
દાસ ગોવિંદ ના સ્વામી શામળિયા
એ વૈષ્ણવ મંડળ ના સ્વામી શામળિયા
એ નિત્ય ગુણલા ગાતા જાય,
ચરણો માં શીષ નમાવતા જાય - મારા શ્રીનાથજી