મારા તે બાગમાં ગુલાબના છોડ
કીર્તનના શબ્દો
મારા તે બાગમાં ગુલાબના છોડ છે
મહેકે છે મોગરો અપાર રે, રમવા આવો સાહેલડી
મારા તે બાગમાં નાચે મોરલિયા
કોયલડી કરે ટહુકાર રે – રમવા
મારા તે બાગમાં ભરિયા સરોવર
ફુલ્યા છે ફૂલ ઘણી ભાત રે – રમવા
મારા તે બાગમાં ગજરા ગુંજાવશું
દેશું પ્રીતમજી ને હાથ રે – રમવા
મારા તે બાગમાં હિંચકા બંધાવશું
વેણી ભરાવું સખી સાથ રે – રમવા
મારા તે બાગમાં વ્હેલા વ્હેલા આવજો
ગરબે રમવાને બહેની આવજે રે – રમવા
મારા તે બાગમાં કરશું ગોઠલડી
જમશું સુંદરવર સાથ રે – રમવા
મારા તે બાગમાં મળશે મોહની
‘રસિક’ પ્રીતમ વ્રજનાથ રે – રમવા