મારા વ્હાલા રે ગિરિરાજ
કીર્તનના શબ્દો
મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું..ટેક
ફરતી પરિક્રમા તમારી કરું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
ગવરી તે ગાયના દૂધ રે ધરાવું (૨)
નિત્ય નવી સામગ્રી ઘરાવું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
જલ રે જમનાજીની ઝારી રે ભરાવું (૨)
પાન કેરા બિડલા ધરાવું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
ઘોળા ઘોળા ઘોતિયા ને કેસરી ઉપરણા (ર)
નિત્ય નવા સાજ સજાવું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
મન મારુ આરસિયુ ને તન મારું સુખડ (ર)
નિત્ય નવા મનોરથ કરાવું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
ટચલી આંગળીએ વ્હાલે ગોવરધન ઉઠાવ્યો (ર)
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે ગિરિરાજ - મારા વ્હાલા રે
મોર મુગટ ને કાનમાં કુંડળ (ર)
ગળે ગુન્જાની માળા રે ગિરિરાજ - મારા વ્હાલા રે
બાયે બાજુ બંઘ કેડે કંદોરોં (ર)
પાયે ઝાંઝરનો ઝંકાર રે ગિરિરાજ - મારા વ્હાલા રે
ખંભે છે કામલી ને હાથમાં લાકડી (ર)
ગૌઘેન ચરાવવાને જાય રે ગિરિરાજ - મારા વ્હાલા રે
આલાલીલા વાંસની વાંસળી મઢાવું (ર)
રાધાના મનડા મોહ્યા રે ગિરિરાજ - મારા વ્હાલા રે
તમને તો આવડો રાધા રૂપાળી (ર)
ફુબજામાં શું મોહ્યા રે ગિરિરાજ - મારા વ્હાલા રે
જે કોઈ ગાશે ને જે કોઈ સાંભળશે (ર)
તેનો તે વ્રજમાં હોજો રે વાસ ગિરિરાજ - મારા વ્હાલા રે
મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું
ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ - મારા વ્હાલા રે