← બધા કીર્તન

મારા યમુનાજીના કુંજમાં

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મારા યમુનાજીના કુંજમાં ઉડેરે ગુલાલ

ઉડેરે ગુલાલ સૌને રંગે લાલ લાલ – મારા યમુનાજી

મારા યમુનાજીના ચોકમાં સાથિયા પુરાય

સાથિયા પુરાય એનો રંગ લાલ લાલ – મારા યમુનાજી

મારા યમુનાજીના શિર પર ચૂંદડી સોહાય

ચૂંદડી સોહાય એનો રંગ લાલ લાલ – મારા યમુનાજી

મારા યમુનાજીના મસ્તકે મુગટ સોહાય

મુગટ સોહાય એની જરી ઝગમગ થાય – મારા યમુનાજી

મારા યમુનાજીના કાને કુંડલ સોહાય

કુંડલ સોહાય એના હીરા ઝગમગ થાય – મારા યમુનાજી

મારા યમુનાજીના નાકે નથણી સોહાય

નથણી સોહાય એનું મોતી ઝગમગ થાય – મારા યમુનાજી

મારા યમુનાજીને કંઠે હાર સોહાય

હાર સોહાય એના ફૂલડાં વેરાય – મારા યમુનાજી

મારા યમુનાજીના હાથમાં કંકણ સોહાય

કંકણ સોહાય એનો ઝણકાર થાય – મારા યમુનાજી

મારા યમુનાજીના ચરણને ઝાંઝર સોહાય

ઝાંઝર સોહાય એની ઘુઘરી ઘમઘમ થાય – મારા યમુનાજી

મારા યમુનાજીના ચોકમાં આરતી રે થાય

આરતી રે થાય વૈષ્ણવો ઘેલા ઘેલા થાય – મારા યમુનાજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.