મારો ચાર પૈડાંનો રથ
કીર્તનના શબ્દો
મારો ચાર પૈડાંનો રથ ઘુઘરી ઘમકે છે (૨)
મારે મેવાડ શહેરમાં જાવું છે
મારે શ્રીજી બાવાને મળવું છે
ખોલો ખોલો, (૨) શ્રીજીબાવા દ્વાર દર્શન કરવા છે – મારો ચાર
મારે ચંપારણ શહેરમાં જાવું છે
મારે મહાપ્રભુજીને મળવું છે
ખોલો ખોલો, (૨) મહાપ્રભુજી દ્વાર ઝારીજી ભરવા છે – મારો ચાર
મારે મથુરા શહેરમાં જાવું છે
મારે મહારાણીમાને મળવું છે
ખોલો ખોલો, (૨) મહારાણીમાં દ્વાર મારે પાન કરવા છે – મારો ચાર
મારે જતીપુરા શહેરમાં જાવું છે
મારે ગિરિરાજજીને મળવું છે
ખોલો ખોલો, (૨) ગિરિરાજજી દ્વાર પરિક્રમા કરાવી છે – મારો ચાર