મન નો મોરલીયો રટે તારુ નામ
કીર્તનના શબ્દો
મન નો મોરલીયો રટે તારુ નામ,
મારી ઝુપડીયે આવો રાધે શ્યામ – ૨
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ,
મારી ઝુપડીયે આવો રાધે શ્યામ – ૨
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝુપડીયે – ૨
સુરજ ઊગે ને મારી ઊગતી આશા,
સંધ્યા દહાડેય ને હુતો બનુ રે નિરાશા
રાત દિવસ મને સુજે નહી કામ
મારી ઝુપડીયે – ૨
મન નો મોરલીયો રટે તારુ નામ,
મારી ઝુપડીયે આવો રાધે શ્યામ
આંખેય થી વ્હલા મનેય ઓછું રે દેખાય છે,
દર્શન વિના રે મારુ દિલડુ દુભાય છે,
નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ,
મારી ઝુપડીયે – ૨
મન નો મોરલીયો રટે તારુ નામ,
મારી ઝુપડીયે આવો રાધે શ્યામ
એકવાર વાલા તારી જાંખી જો થાઇ રે
આંસુના બિંદુથી ધોવુ તારા પાય રે
મંIગુ સદા તારા ચરણોમાં સ્થાન રે
મારી ઝુપડીયે – ૨
મન નો મોરલીયો રટે તારુ નામ,
મારી ઝુપડીયે આવો રાધે શ્યામ