મંદિર દૂર દૂર થી દેખાય
કીર્તનના શબ્દો
પ્રગટ્યા ચંપારણ્યની માંય
મંદિર દૂર દૂર થી દેખાય (૨)
ગુરુજી નૈયા ઉતારો પાર
મંદિર દૂર દૂર થી દેખાય (૨)
ભવસાગરનો આપ છો બેલી
દૈવી જીવના કારજ સરીયાં
આપ્યા બ્રહ્મ સબંધના દાન
ગુરુજી નૈયા ઉતારો પાર – મંદિર
લક્ષ્મણ ભટજીને ત્યાં પ્રગટ્યા
ઈલામાજીને ગોદ ખેલ્યા
ધર્યા તૈલંગકુળ અવતાર
ગુરુજી નૈયા ઉતારો પાર – મંદિર
ભાગવત ગ્રંથનું મંથન કરીને
અદભુત અમૃત પાન કરાવ્યું
દાસે વલ્લભની પૂરી આશ
ગુરુજી નૈયા ઉતારો પાર – મંદિર