← બધા કીર્તન

મંદિરને દ્વાર મેંતો

વધાઈ

કીર્તનના શબ્દો

મંદિરને દ્વાર મેંતો બાંધ્થા તોરણિયાં,

ફુમફુમના સાથિયા પુરાય રે, સાહેલી આજે વધામણાં

ચંપા અરણ્યમાં ને અગ્નિ ના કુંડમાં,

પ્રગટયા શ્રી વલ્લભરાય રે, સાહેલી આજે વધામણાં

કદલીના સ્તંભ બેની રોપ્યાં છે દ્વારમાં,

નોબતના નાદ સંભળાય રે, સાહેલી આજે વધામણાં

માતા ઈલ્લમાજી પારણે ઝુલાવે,

આનંદ ઉર ન સમાય રે, સાહેલી આજે વધામણાં

એ સુખ શોભા કે'તા ન આવે,

'રસિક્ક પ્રિયા' ગુણ ગાય રે, સાહેલી આજે વધામણાં

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.