મંદિરીયા સુના રે શ્રીનાથજી
કીર્તનના શબ્દો
મંદિરીયા સુના રે શ્રીનાથજી ની સેવા વિના
અંતરિયા તલખે રે શ્રીનાથજી ની ઝાંખી વિના
મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
ચંદનીયા મારા સુકાઈ જશે
મારા ભાવ ભર્યા હારલા રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
ફૂલડાં મારા કરમાઈ જશે
મારી ભાવ ભરી સામગ્રી રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
સામગ્રી મારી ઠંડી થશે
મારા ભાવ ભર્યા જારીજી રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
જારીજી મારી ગંભીર બને
મારા ભાવ ભર્યા બીલડા રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
બીલડા મારા કરમાઈ જશે
મારી ભાવ ભરી આરતી રે શ્રીનાથજી જલદી આવો
વ્હાલા આવતા મોડું થાય ના રે
દીવડા મારા ઝાંખા પડે