← બધા કીર્તન

મને મારા શ્રીજી બાવા વાલા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે

વાલા બહુ લાગે મને પ્યારા બહુ લાગે – મને

મેવાડ છોડોને વાલા મારા દ્વારે આવો

ઉંચા ઉંચા હાથ કરી સહુને બોલાવે

જન્મો જન્મ ની વિનંતી સ્વીકારી

દોડી દોડી દર્શન દેવા વ્હાલો મારો આવ્યો – મને

ઉન્ચને નીચના ભેદ ના રાખે

એના દ્વારે જઈએ તો વ્હાલો હસીને બોલાવે – મને

માખણ ને મિશ્રી ના ભોગ ધરાવું

શ્રીમુખ નીરખી ને વારી વારી જાઉં – મને

વલ્લભ ના સ્વામી સાથે સામા મળવા આવ્યા

અંગો અંગ ભેટી મારા તાપને સમાવ્યા – મને

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.