મંગળાની આરતી
કીર્તનના શબ્દો
આરતી શ્રીનાથજીની...૨
મંગળા કરી, પ્રભુ મંગળા કરી
શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા...૨
ઉતાવળ કરી, પ્રભુ ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી...
નિરખતા મુખારવિંદ...ર
સોચના ટળી, પ્રભુ સોચના ટળી
વસ્ત્ર અંગીકાર કર્યા...૨
જારીજી ભરી, પ્રભુ જારીજી ભરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી...
માથે મુગટ કાને કુંડળ...૨
મોરલી ધરી, મુખે મોરલી ધરી
ધનન ધનન ઘંટ વાગે...ર
ઝાલરો ઘણી, પ્રભુ ઝાલરો ધણી
આરતી શ્રીનાથજીની મંગળા કરી...
તાલને મુદંગ વાગે...ર
વેણુ વાંસળી, વાગી વેણુ વાંસળી
દાસ જાણીને દર્શન દેજો...૨
દયા તો કરી, પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી...
પ્રભુ મને અભય પદ આપો...ર
તમારી કરી, પ્રભુ પોતાની કરી
નમી નમીને પાયે લાગુ...૨
અંતરમા ઘરી, પ્રભુ અંતરમા ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી...