← બધા કીર્તન

મથુરામાં મહારાણીજી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

મથુરામાં મહારાણીજી, ગોકુલમાં મહારાણીજી

સકલ સીધી નો સાંજ સજેલા શ્રી યમુને મહારાણીજી

પ્રેમ સરિતા મહારાણીજી, રસ ભરતા મહારાણીજી

નંદ નંદન નો નેહ ભરેલા શ્રી યમુને મહારાણીજી

કુંજ કુંજ મહારાણીજી, પ્રેમ કુંજ મહારાણીજી

રાસ રસીલા છેલ છબીલા શ્રી યમુને મહારાણીજી

રસ ભર શ્રી મહારાણીજી, મધ ભર શ્રી મહારાણીજી

કમલ છડી કર કમલ લીધેલા શ્રી યમુને મહારાણીજી

દુઃખ હરતા મહારાણીજી, સુખ કરતા મહારાણીજી

પ્રાણ પ્રીતમનું દાન દેનારા શ્રી યમુને મહારાણીજી

અતિ દુર્લભ મહારાણીજી, સ્નેહ સુલભ મહારાણીજી

મદન મોહનાર મનમોહન ના પ્યારા શ્રી મહારાણીજી

રાસ રસિક મહારાણીજી, કૃપા અધિક મહારાણીજી

વ્રજ જનના વ્હાલા અતિશય શ્રી યમુને મહારાણીજી

મન હરની મહારાણીજી, સુખ કરની મહારાણીજી

વૃંદાવનની કુંજે કુંજે રમતા શ્રી મહારાણીજી

ચપળ નયન મહારાણીજી, મધુર વચન મહારાણીજી

કુમારિકાના કામ પુરનતા શ્રી યમુને મહારાણીજી

તુર પ્રિયા મહારાણીજી, તરૂણ ત્રિયા મહારાણીજી

મુકુટ કાંચના સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી

વ્રજેશ પ્રિયા મહારાણીજી, રસેશ ત્રિયા મહારાણીજી

નિજ વ્રજ રત્ન ના પ્રાણ કૃપાળુ શ્રી યમુને મહારાણીજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.