મેં તો જુગલ સ્વરૂપે જોયા
કીર્તનના શબ્દો
મેં તો જુગલ સ્વરૂપે જોયા, શ્રી જમુનાજી રે
મારા ભવના દુઃખડા ખોયા, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
પહેરી ચોળી કસુંબા સાડી
એવા સ્વરૂપ નીરખવા ધારી
માએ સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
નાકે નકવેસર છે મોતી
ભાલુકા ચમકે ઝગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
નૂપુર ઘુઘરી રણકે ચરણે
મારું મનડું તમારે શરણે
ભુજકંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
સુંદર રૂપે શ્યામ સ્વરૂપ
તનને મોહ્યા છે વ્રજના ભૂપા
લાલ કમળમાં લપટાણા, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
સદા બિરાજો વ્રજની માય
પુષ્ટિમારગની કરવા સહાય
શ્યામ ચરણ દો માં ભક્તિ, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ
માજી હું તો તમારો દાસ
રાખો ચરણ કમળની પાસ
જોતા જન્મ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે - મેં તો જુગલ