મીઠા મીઠા નાદ
કીર્તનના શબ્દો
મીઠા મીઠા નાદ વેણુનાં દુર દુરથી
આવી આવીને મારે કાને અથડાય ટેક
નંદનો કિશોર પેલો માખણનો ચોર છે,
ગાયું ચરાવવા વનમાં જાય - મીઠા મીઠા
માથે મુગટ એને મોરપીંછ શોભતા,
ફૂલના ઝૂમખા કાને સોહાય - મીઠા મીઠા
રૂમઝુમ રૂમઝુમ ઘુઘરીયો વાગતી
ઢોલકના નાદ ગાજે, બાજે પખવાજ - મીઠા મીઠા
પુનમનો ચાંદલીયો ઉગ્યો આકાશમાં,
જોઈ જોઈને કાન કેવા હરખાય - મીઠા મીઠા